GISK GISK
પુસ્તકો સાથેની મિત્રતા
એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરુ થાય છે.
અને એક મહાન જીવન, એક નિર્ણય સાથે.

હંમેશા આપણે જ્યારે પણ એકલા બેસીને વિચારીએ છે. ત્યારે એ વિચારોના ઉત્તરો શોધવા માટે ઘણી વાર આપણે પુસ્તકોનો સહારો લઈએ છીએ. આપણા મનમાં ઉઠતા પ્રશ્નોના ઉત્તર આપણે પુસ્તકો વાંચીને મેળવીએ છીએ. એટલે તો કહેવાય છે કે પુસ્તકો આપણા સારામાં સારા મિત્ર છે.
પુસ્તકો વાંચવાથી આપણી વિચારશક્તિ વધે છે. તેમજ આપણે મુંઝવણ અનુભવીએ ત્યારે માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે ઇચ્છીએ ત્યારે પુસ્તકો આપણી સાથે વાતો કરે છે. પુસ્તકો આપણને ભૂતકાળમાં પણ લઇ જાય છે.તેઓ આપણને દુનિયાનો પ્રવાસ કરાવે છે. પુસ્તકો આપણને પશુ પક્ષીઓની દુનિયામાં લઇ જાય છે.તેમજ તેઓ આપણને દેશદુનિયાની માહિતી પુરી પાડે છે.
પુસ્તકો એટલે જ્ઞાનનો ભંડાર, અણમોલ ખજાનો કહેવાય છે. આ ખજાનો આપણે આપણી મરજીથી લૂંટી શકીએ છીએ. પુસ્તકો આપણને મુસાફરીમાં આપણા મિત્રોની ગરજ પુરી પાડે છે. પુસ્તકો જેમ જેમ વાંચીએ તેમ તેમ આપણા જ્ઞાન માં વધારો થાય છે. પુસ્તકોના સાથથી આપણા દિવસો પણ સહેલાઈથી વીતે છે.

જેમની પાસે પુસ્તક હોય છે
તેઓ ક્યારેય એકલા નથી હોતા.